Coffee Stories (Gujarati Book)

Books Free
Books Free
, Coffee Stories (Gujarati Book)

Coffee Stories book pdf free download
Coffee Stories (Gujarati Book) By Raam Mori

Coffee Stories (Gujarati Book) By Raam Mori. આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે.

એક સિપ હૂંફાળા સંબંધોને નામ! 



Coffee સ્ટોરીઝ. કૉફી કે ચાના એક કપ સાથે પૂરી થઈ જતી કથાઓ. 

આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટાયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ અને જે મૂંગા મોઢે જગજૂનો અત્યાચાર વેંઢારી ઢબૂરાયેલી છે એવી કથાઓ પણ. બસ… આ પુસ્તકમાં એ બધી કથાઓ વિશે વાત કરવાનો પ્રયત્ન છે. આ `લઘુ’ કથાઓમાં રહેલો `ગુરુ’ વાચકને સ્પર્શી જાય તો કથા સદૈવ મંગલમ્! 

ગુજરાતી ભાષામાં લખાયેલી આ 51 એવી કથાઓ છે જે આપણી ભાષાનું હીર છે, આપણી ભાષામાં ઘૂંટાયેલાં એવા સંવેદન છે જે સતત આપણી સાથે કે આપણી આસપાસ જીવાતા રહ્યાં છે. આ કથાઓ કોઈ ઉપદેશ કે બદલાવની વાત નથી કરતી પણ વર્તમાન સ્થિતિ-પરિસ્થિતિ તરફ નક્કર આંગળી ચીંધે છે…

 

Share this Article